ધોરણ-12 બાદ Government Jobની તૈયારી સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરો
જો આપ ધોરણ-12 બાદ Government Jobની તૈયારી કરવા માંગો છો અને સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરવા માંગો છો તો તેના માટે ઘણાં રસ્તા છે, જેમાં આપ અભ્યાસની સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરી શકો છો.
અમદાવાદ કેરિયર
Government Job મેળવવી એ દેશના લાખો યુવાનોનું સ્વપ્ન હોય છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે જે ધોરણ-12 બાદના પોતાના કેરિયર બાબતે ગંભીર હોય છે. ધોરણ-12 બાદ વિદ્યાર્થી Government Jobની તૈયારી કરવા માંગે છે અને સાથે સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરવા માંગે છે. તો તેના માટે ઘણાં રસ્તા છે.

ધોરણ-12 પાસ માટે ઘણી ભરતી નીકળે છે. જેમાં SSC CHSL, રેલવે ગ્રુપ D, RRB NTPC (અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ), પોલીસ કોન્સ્ટેબલ, પોસ્ટ વિભાગ, સેના (Indian Army GD, Cleark, Tradesman), આંગણવાડી કર્મચારી, ફોરેસ્ટ ગાર્ડ જેવી ઘણી Government Job સામેલ છે. આ નોકરીઓ માટે ઓછામાં ઓછું ધોરણ-12 પાસ કરેલું હોવું જોઈએ. જેના માટે લાખોની સંખ્યામાં ફોર્મ ભરવામાં આવે છે.
કેવી રીતે કરશો તૈયારી?
સિલેબસને સમજોઃ દરેક પરીક્ષાની પેટર્ન અલગ અલગ હોય છે. SSC CHSLમાં જનરલ અવેરનેસ, રીજનિંગ, મેથ્સ અને ઇંગ્લિશ હોય છે. પહેલાં તમારું ધ્યેય નક્કી કરો અને ત્યારબાદ સિલેબસને સમજો.
ટાઇમ ટેબલ બનાવોઃ અભ્યાસની સાથે સાથે તૈયારી કરવા માટે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ પણ જરૂરી છે. રોજ સવારે અથવા સાંજે એક નક્કી કરેલો સમય ફાળવો, જેમાં આપ માત્ર સરકારી ભરતી માટેની પરીક્ષાની જ તૈયારી કરો.
મોક ટેસ્ટ અને પ્રેક્ટિસઃ ઓનલાઇન પ્લેટફોર્મ અથવા એપ્સ દ્વારા મોક ટેસ્ટ આપો. જૂના પેપરને સોલ્વ કરો. જેનાથી આપની ઝડપ અને ચોકસાઈ બંનેમાં ફરક પડશે.
જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સઃ રોજ 15-20 મિનિટ કરન્ટ અફેર્સ વાંચો. તેના માટે મોબાઇલ એપ, છાપા અથવા યુટ્યૂબ ચેનલની મદદ લો.
અભ્યાસની સાથે કેવી રીતે કરશો પાર્ટ ટાઇમ જોબ?
દિવસનો થોડો સમય ફાળવીને આપ ઓનલાઇન કામ કરી શકો છો. જેના માટે ઘણી વેબસાઇટ્સ છે. આપ ડેટા એન્ટ્રી અથવા ફ્રીલાન્સિંગ જેવા કામ કરી શકો છો. જો આપ કોઈ વિષયમાં એક્સપર્ટ છો, તો બાળકોને ટ્યૂશન આપીને પણ થોડા પૈસા કમાઈ શકો છો. ડિલીવરી પ્લેટફોર્મ પર પણ કેટલાંક કલાક કામ કરી શકો છો. જો આપનો લખવામાં રસ છે તો કન્ટેન્ટ રાઇટિંગ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
વધુ માહિતી માટે અમારી વેબસાઇટ https://ahmedabadcareer.in/ની મુલાકાત લો

Comments
Post a Comment