ધોરણ-12 બાદ Government Jobની તૈયારી સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરો
જો આપ ધોરણ-12 બાદ Government Jobની તૈયારી કરવા માંગો છો અને સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરવા માંગો છો તો તેના માટે ઘણાં રસ્તા છે, જેમાં આપ અભ્યાસની સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરી શકો છો. અમદાવાદ કેરિયર Government Job મેળવવી એ દેશના લાખો યુવાનોનું સ્વપ્ન હોય છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે જે ધોરણ-12 બાદના પોતાના કેરિયર બાબતે ગંભીર હોય છે. ધોરણ-12 બાદ વિદ્યાર્થી Government Jobની તૈયારી કરવા માંગે છે અને સાથે સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરવા માંગે છે. તો તેના માટે ઘણાં રસ્તા છે. ધોરણ-12 પાસ માટે ઘણી ભરતી નીકળે છે. જેમાં SSC CHSL, રેલવે ગ્રુપ D, RRB NTPC (અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ), પોલીસ કોન્સ્ટેબલ, પોસ્ટ વિભાગ, સેના (Indian Army GD, Cleark, Tradesman), આંગણવાડી કર્મચારી, ફોરેસ્ટ ગાર્ડ જેવી ઘણી Government Job સામેલ છે. આ નોકરીઓ માટે ઓછામાં ઓછું ધોરણ-12 પાસ કરેલું હોવું જોઈએ. જેના માટે લાખોની સંખ્યામાં ફોર્મ ભરવામાં આવે છે. કેવી રીતે કરશો તૈયારી? સિલેબસને સમજોઃ દરેક પરીક્ષાની પેટર્ન અલગ અલગ હોય છે. SSC CHSLમાં જનરલ અવેરનેસ, રીજનિંગ, મેથ્સ અને ઇંગ્લિશ હોય છે. પહેલાં તમારું ધ્યેય નક્કી કરો અને ...