Posts

સમગ્ર વર્ષ દરમ્યાન તૈયારી કરનાર વિદ્યાર્થીઓ રહે છે વધુ સફળ

Image
વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે ત્યાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમ્યાન શાળાએ અને ટ્યૂશન ક્લાસમાં નિયમિત જઈ અભ્યાસ કરતા હોય છે. પરંતુ જ્યારે ઘરે અભ્યાસ કરવાની વાત આવે ત્યારે તેઓ એટલા એક્યુરેટ રહી શકતા નથી. જેનાં લીધે તેમને જાઈએ તેટલું રિવીઝન થઈ શકતું નથી. હાલમાં પણ ઘણાં વિદ્યાર્થીઓ એવા બેદરકાર જાવા મળે છે કે, જેઓ એવું વિચારતા હોય છે કે, પરીક્ષાનાં સમયે છેલ્લો એક મહિનો મહેનત કરી લઈશું એટલે રિઝલ્ટ સારૂં આવી જવાનું જ છે. પરંતુ આટલો બધો આત્મવિશ્વાસ પણ સારો નથી. છેલ્લાં દિવસોમાં જ્યારે દરેક વિષયો એક સાથે કવર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે સતત ટેન્શનમાં રહે છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાની તૈયારી શાળાનાં પહેલાં દિવસથી જ શરૂ કરી દેવી જાઈએ. શાળાનાં પહેલાં દિવસથી જ અભ્યાસ માટેનું યોગ્ય ટાઇમટેબલ તૈયાર કરી લેવું જાઈએ. તેનો સૌથી મોટો ફાયદો એ રહે છે કે, વિદ્યાર્થીને જે વસ્તુ ન આવડતી હોય, તે ચીજાને તે અલગ કરીને તેની ઉપર વધુ ધ્યાન આપી શકે છે. જેનાં લીધે તેને વધુને વધુ રિવીઝન થતું રહે છે. જેથી તેને અભ્યાસક્રમમાં આવતી કોઈપણ વસ્તુ અઘરી નથી લાગતી. દરે...

છેલ્લાં થોડાં સમયમાં વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

Image
વિદ્યાર્થી મિત્રો, છેલ્લાં પાંચેક વર્ષથી વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો વધારો જાવા મળ્યો છે. અમેરિકા વર્ષોથી વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી છે. વૈશ્વિક સ્તરની અનેક યુનિવર્સિટીઓ અને કાલેજા અમેરિકામાં આવેલી છે. જેની ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થી વૈશ્વિક સ્તર પર ક્યાંય પણ જાબ મેળવી શકે છે. ખાસ કરીને મેડિકલનાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ વિદેશની વાટ વધુ પકડે છે. મેડિકલનાં ક્ષેત્રમાં ભારતમાં સીટો ઓછી છે, અને અભ્યાસનો ખર્ચ પણ વધુ થાય છે. તેની સરખામણીમાં અન્ય દેશોમાં જા મેડિકલનો અભ્યાસ કરવામાં આવે તો તે પ્રમાણમાં સસ્તો પડે છે. અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પહેલાં કરતાં એડમિશનની પ્રોસેસ હવે વધુ સરળ છે, જેથી વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં પણ સરળતા રહે છે. અને જે-તે દેશમાં રહીને સેટલ થવાની કે અહીં ભારત આવી પોતાની કારકિર્દી સેટ કરવાની વિપુલ તકો રહેલી છે. ભારતમાં વિદેશી ડિગ્રીની માંગ વધુ જાવા મળે છે. વિદેશની ડિગ્રી મેળવ્યા બાદ અહીં ભારત આવીને પોતાની કારકિર્દી સેટ કરવા માંગતા વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓની સરખામણીમાં વધુ સારા ચાન્સ રહે છે. લોકો વિદ...

વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવી એ એક ઉચ્ચ વિચાર

વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ ઋત્વિક રોશનની ફિલ્મ સુપર ૩૦ રજૂ થઈ. બોલીવુડની મોટાભાગની ફિલ્મો રોમાન્સ અને એક્શનથી ભરપૂર જાવા મળે છે. પરંતુ આ ફિલ્મમાં એક અલગ જ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર આધારિત ફિલ્મ હજી પણ બોલિવુડમાં ખૂબજ ઓછી બને છે. હજી પણ આ વિષય અછૂતો જ રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ માટે ગરીબ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેનો ઉમદા વિચાર આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. ખરેખર આ ફિલ્મ આપણી એજ્યુકેશન સિસ્ટમ માટે સમજવા જેવો વિષય છે. એજ્યુકેશન સિસ્ટમને માત્ર કમાણીનું સાધન ન સમજતા એક સમાજસેવાનો વિષય સમજવો જાઈએ. જ્યારે કોઈ ગરીબ વિદ્યાર્થી માત્ર પોતાની આર્થિક સ્થિતિને લીધે યોગ્યતા હોવા છતાં પણ આગળ ભણી શકતા નથી. તેમના માટે સમાજે કાંઈક કરવું જાઈએ તેવો એક ઉમદા વિચાર આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. બિહારનાં આનંદકુમારનાં જીવન પર બનેલી આ ફિલ્મ હાલમાં દર્શકો ખૂબજ પસંદ કરી રહ્યાં છે. આજથી વર્ષો પહેલાં કહેવાતું હતું કે શિક્ષક અને ડાક્ટર એ સમાજનાં સૌથી સમજદાર અને ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યક્તિઓ હોય છે. તેઓનો વ્યવસાય માત્ર પૈસા કમાવવા માટેનું સાધન ન હોઈ સેવાનો પણ માર્ગ છે. વર્ષો પહેલાં લોકો ડાક્ટર અને શ...

વિદ્યાર્થીઓને થઈ રહેલું વિવિધ ગેમ્સનું વળગણ

Image
પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજકાલ આપણી ચારેય તરફ જ્યાં જુઓ ત્યાં વિદ્યાર્થીઓ હાથમાં પુસ્તકને બદલે મોબાઇલ કે કોમ્પ્યુટર, લેપટોપ વગેરે સાથે જ દેખાય છે. વિદ્યાર્થીઓમાં ગેમ્સનું વળગણ ખૂબજ લાગેલું દેખાય છે. પરંતુ આ માટે જવાબદાર કોણ? વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ એટલાં જ જવાબદાર છે. બાળકો માટે મા-બાપ તેમના આઇડલ હોય છે. બાળકો દરેક વાતમાં પોતાના માતા-પિતાની નકલ કરતા જોવા મળે છે. જો મા-બાપ મોબાઇલ કે કોમ્પ્યુટર કે લેપટોપનો વધુ પડતો ઉપયોગ ઘરમાં કરશે તો વિદ્યાર્થીઓ પણ તેમની નકલ કરવાનાં જ છે. આ માટે વાલીઓએ તેમની સામે મોબાઇલનો ઉપયોગ વધુ પડતો ટાળવો જોઈએ. વિદ્યાર્થીઓનાં માતા-પિતા જો આ પ્રકારની ચીજોથી દૂર થઈ જશે, તો વિદ્યાર્થીઓને દૂર થતા વધુ વાર નહીં લાગે. અમદાવાદ, રાજકોટ સહિતનાં વિવિધ શહેરોમાં આ પ્રકારની ગેમ્સની સામે પોલીસ પણ કડક હાથે કામ લઈ રહી છે. પરંતુ માત્ર કાયદાથી આ વસ્તુને અટકાવી શકાશે ખરી? કાયદાનું શસ્ત્ર ઉગામવાથી વિદ્યાર્થીઓ આ પ્રકારની ગેમ્સ રમતાં બંધ થઈ જશે? ના, આ માટે વાલીઓએ પોતાનાં ઘરમાં એ પ્રકારનું વાતાવરણ ઉભું કરવું પડશે. જેથી બાળકો આ પ્રકારની ગેમ્સથી દૂર થાય. વાલીઓએ જો જરૂર ન હોય...