Posts

Showing posts from September, 2022

કંપની સેક્રેટરી – સ્ટાર્ટઅપ હોય કે નોકરી બંનેમાં છે ઉજ્જવળ તકો

Image
કંપની સેક્રેટરી એક ખૂબ સારા પગારધોરણવાળો હોદ્દો છે. જે માટે ધોરણ-12 અને ગ્રેજ્યુએશન પછી તૈયારી શરૂ કરી શકો છો. નવા યુગમાં સ્ટાર્ટઅપમાં પણ આના માટે ખૂબજ તકો છે. કંપની સેક્રેટરી (સીએસ) કોઈ કંપનીનું કેન્દ્રબિન્દુ હોય છે. કંપની એક્ટ-2013ના લાગૂ થયા બાદ કંપની સેક્રેટરી માટે તકો ઘણી વધી ગઈ છે. આ એક્ટ મુજબ ભારતમાં પાંચ કરોડ અથવા તેથી વધુ શેરમૂડી ધરાવતી દરેક કંપનીઓમાં એક ફૂલટાઇમ કંપની સેક્રેટરીની નિમણૂંક અનિવાર્ય કરવામાં આવી હતી. તો દરેક લિસ્ટેડ તથા પબ્લિક લિમિટેડ કંપનીઓ, જેની કુલ મૂડી 10 કરોડ રૂપિયા અથવા તેથી વધુ છે, તેના માટે એક ‘કી મેનેજરિયલ પર્સન’ની નિમણૂંક કરવી જરૂરી છે અને કંપની સેક્રેટરી તેના માટે યોગ્ય માનવામાં આવે છે. નિષ્ણાંતોના મત મુજબ આવનારા સમયમાં સ્ટાર્ટઅપના યુગમાં આ હોદ્દા માટે ઘણી તકો છે. શું હોય છે કામ? કોઈપણ કંપનીની વહીવટી અને કાયદાકીય જવાબદારીઓ સંભાળવાનું કામ મુખ્યત્વે કંપની સેક્રેટરીનું જ હોય છે. કંપનીનું દરેક કાયદાકીય કામ કંપની સેક્રેટરી જ કરે છે. કંપનીનાં દરેક દસ્તાવેજો પર સીએસ જ સિગ્નેચર કરે છે. ખાનગી કંપનીઓમાં તો આ એક ખૂબજ માનનીય પદ ગણવામાં આવે છે. કંપનીના બોર્ડ ઓફ

કો-માર્કેટિંગનું વધી રહ્યું છે ચલણ, ડિઝિટલ વર્લ્ડમાં પણ છે ઇનોવેટિસ કન્સેપ્ટની તકો

Image
ગત બે વર્ષ દરમ્યાન આ માર્કેટિંગ કન્સેપ્ટ અમેરિકામાં વધુ લોકપ્રિય થયો છે. આનું મુખ્ય કારણ છે આ કોન્સેપ્ટમાં ઓછા બજેટનો ઉપયોગ. ભારતમાં હાલમાં તો માર્કેટિંગ કન્સેપ્ટનો ઉપયોગ માત્ર બે ટકા જ સ્ટાર્ટઅપ કરી રહ્યાં છે. કો માર્કેટિંગ શું છે તે જાણીએ… સ્ટાર્ટઅપથી લઈને દરેક બિગ બિઝનેસ હાઉસને સતત પોતાની પ્રોડક્ટ અથવા સર્વિસ માટે માર્કેટિંગના નવા આઇડિયાઝની જરૂર હોય છે. આ જ કારણ છેકે જ્યાં અમેરિકામાં સ્ટાર્ટઅપ પોતાના વાર્ષિક બજેટમાંથી ૩૦ ટકાથી વધુ રકમ માર્કેટિંગના અલગ-અલગ પ્રકારો પર ખર્ચ કરે છે, તો ભારતમાં લગભગ ૧૮ ટકા માર્કેટિંગ બજેટ રાખે છે. હાલમાં યૂરોપ અને અમેરિકામાં સ્ટાર્ટઅપ અથવા ડિઝિટલ સ્પેસવાળી કંપનીઓની વચ્ચે જે માર્કેટિંગ કોન્સેપ્ટ ટ્રેન્ડમાં છે તે છે કો માર્કેટિંગ. શું છે કો-માર્કેટિંગ જો સરળ ભાષામાં સમજીએ તો કો માર્કેટિંગ એવો આઇડિયા છે, જેમાં બે અથવા વધુ કંપનીઓ એક બીજાના કન્ટેન્ટ અથવા પ્રોડક્ટની માહિતી પોતાના પ્લેટફોર્મ પર શેર કરે છે. આવા પ્રમોશન દ્વારા જે રિઝલ્ટ આવે છે તે તેમને પાર્ટનરશિપ કરનારી કંપનીઓ અંદરોઅંદર વહેંચે છે. આમાં રેવન્યૂથી લઈને કસ્ટમર ડેટા અથવા અન્ય પ્રકારના પ્રતિભાવ સામેલ