Posts

Showing posts from August, 2019

વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવી એ એક ઉચ્ચ વિચાર

વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ ઋત્વિક રોશનની ફિલ્મ સુપર ૩૦ રજૂ થઈ. બોલીવુડની મોટાભાગની ફિલ્મો રોમાન્સ અને એક્શનથી ભરપૂર જાવા મળે છે. પરંતુ આ ફિલ્મમાં એક અલગ જ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર આધારિત ફિલ્મ હજી પણ બોલિવુડમાં ખૂબજ ઓછી બને છે. હજી પણ આ વિષય અછૂતો જ રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ માટે ગરીબ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેનો ઉમદા વિચાર આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. ખરેખર આ ફિલ્મ આપણી એજ્યુકેશન સિસ્ટમ માટે સમજવા જેવો વિષય છે. એજ્યુકેશન સિસ્ટમને માત્ર કમાણીનું સાધન ન સમજતા એક સમાજસેવાનો વિષય સમજવો જાઈએ. જ્યારે કોઈ ગરીબ વિદ્યાર્થી માત્ર પોતાની આર્થિક સ્થિતિને લીધે યોગ્યતા હોવા છતાં પણ આગળ ભણી શકતા નથી. તેમના માટે સમાજે કાંઈક કરવું જાઈએ તેવો એક ઉમદા વિચાર આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. બિહારનાં આનંદકુમારનાં જીવન પર બનેલી આ ફિલ્મ હાલમાં દર્શકો ખૂબજ પસંદ કરી રહ્યાં છે. આજથી વર્ષો પહેલાં કહેવાતું હતું કે શિક્ષક અને ડાક્ટર એ સમાજનાં સૌથી સમજદાર અને ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યક્તિઓ હોય છે. તેઓનો વ્યવસાય માત્ર પૈસા કમાવવા માટેનું સાધન ન હોઈ સેવાનો પણ માર્ગ છે. વર્ષો પહેલાં લોકો ડાક્ટર અને શ