Posts

કંપની સેક્રેટરી – સ્ટાર્ટઅપ હોય કે નોકરી બંનેમાં છે ઉજ્જવળ તકો

Image
કંપની સેક્રેટરી એક ખૂબ સારા પગારધોરણવાળો હોદ્દો છે. જે માટે ધોરણ-12 અને ગ્રેજ્યુએશન પછી તૈયારી શરૂ કરી શકો છો. નવા યુગમાં સ્ટાર્ટઅપમાં પણ આના માટે ખૂબજ તકો છે. કંપની સેક્રેટરી (સીએસ) કોઈ કંપનીનું કેન્દ્રબિન્દુ હોય છે. કંપની એક્ટ-2013ના લાગૂ થયા બાદ કંપની સેક્રેટરી માટે તકો ઘણી વધી ગઈ છે. આ એક્ટ મુજબ ભારતમાં પાંચ કરોડ અથવા તેથી વધુ શેરમૂડી ધરાવતી દરેક કંપનીઓમાં એક ફૂલટાઇમ કંપની સેક્રેટરીની નિમણૂંક અનિવાર્ય કરવામાં આવી હતી. તો દરેક લિસ્ટેડ તથા પબ્લિક લિમિટેડ કંપનીઓ, જેની કુલ મૂડી 10 કરોડ રૂપિયા અથવા તેથી વધુ છે, તેના માટે એક ‘કી મેનેજરિયલ પર્સન’ની નિમણૂંક કરવી જરૂરી છે અને કંપની સેક્રેટરી તેના માટે યોગ્ય માનવામાં આવે છે. નિષ્ણાંતોના મત મુજબ આવનારા સમયમાં સ્ટાર્ટઅપના યુગમાં આ હોદ્દા માટે ઘણી તકો છે. શું હોય છે કામ? કોઈપણ કંપનીની વહીવટી અને કાયદાકીય જવાબદારીઓ સંભાળવાનું કામ મુખ્યત્વે કંપની સેક્રેટરીનું જ હોય છે. કંપનીનું દરેક કાયદાકીય કામ કંપની સેક્રેટરી જ કરે છે. કંપનીનાં દરેક દસ્તાવેજો પર સીએસ જ સિગ્નેચર કરે છે. ખાનગી કંપનીઓમાં તો આ એક ખૂબજ માનનીય પદ ગણવામાં આવે છે. કંપનીના બોર્ડ ઓફ

કો-માર્કેટિંગનું વધી રહ્યું છે ચલણ, ડિઝિટલ વર્લ્ડમાં પણ છે ઇનોવેટિસ કન્સેપ્ટની તકો

Image
ગત બે વર્ષ દરમ્યાન આ માર્કેટિંગ કન્સેપ્ટ અમેરિકામાં વધુ લોકપ્રિય થયો છે. આનું મુખ્ય કારણ છે આ કોન્સેપ્ટમાં ઓછા બજેટનો ઉપયોગ. ભારતમાં હાલમાં તો માર્કેટિંગ કન્સેપ્ટનો ઉપયોગ માત્ર બે ટકા જ સ્ટાર્ટઅપ કરી રહ્યાં છે. કો માર્કેટિંગ શું છે તે જાણીએ… સ્ટાર્ટઅપથી લઈને દરેક બિગ બિઝનેસ હાઉસને સતત પોતાની પ્રોડક્ટ અથવા સર્વિસ માટે માર્કેટિંગના નવા આઇડિયાઝની જરૂર હોય છે. આ જ કારણ છેકે જ્યાં અમેરિકામાં સ્ટાર્ટઅપ પોતાના વાર્ષિક બજેટમાંથી ૩૦ ટકાથી વધુ રકમ માર્કેટિંગના અલગ-અલગ પ્રકારો પર ખર્ચ કરે છે, તો ભારતમાં લગભગ ૧૮ ટકા માર્કેટિંગ બજેટ રાખે છે. હાલમાં યૂરોપ અને અમેરિકામાં સ્ટાર્ટઅપ અથવા ડિઝિટલ સ્પેસવાળી કંપનીઓની વચ્ચે જે માર્કેટિંગ કોન્સેપ્ટ ટ્રેન્ડમાં છે તે છે કો માર્કેટિંગ. શું છે કો-માર્કેટિંગ જો સરળ ભાષામાં સમજીએ તો કો માર્કેટિંગ એવો આઇડિયા છે, જેમાં બે અથવા વધુ કંપનીઓ એક બીજાના કન્ટેન્ટ અથવા પ્રોડક્ટની માહિતી પોતાના પ્લેટફોર્મ પર શેર કરે છે. આવા પ્રમોશન દ્વારા જે રિઝલ્ટ આવે છે તે તેમને પાર્ટનરશિપ કરનારી કંપનીઓ અંદરોઅંદર વહેંચે છે. આમાં રેવન્યૂથી લઈને કસ્ટમર ડેટા અથવા અન્ય પ્રકારના પ્રતિભાવ સામેલ

દરેક વિષય હોય છે સ્કોરિંગ સબ્જેક્ટ, રાખો સરખી જ તૈયારી

Image
વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે દરેક વિષય સરખો જ મહત્વપૂર્ણ હોય છે. માત્ર મેથ્સ કે સાયન્સને છોડીને બાકીના વિષયો પર પૂરતું ધ્યાન ન આપવું તેવું અમુક વિદ્યાર્થીઓ કરતાં હોય છે. પરંતુ આ યોગ્ય નથી. બોર્ડ પરીક્ષાની તૈયારી માટે દરેક વિષયો સરખાં જ મહત્વપૂર્ણ હોય છે. તેથી મુદ્દા કે ટોપિક્સ બનાવીને બોરિંગ સબ્જેક્ટને પણ રસ પડે તેવી રીતે બનાવી શકાય અને તેમાંથી પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકાય. મૂળ સવાલ એ છે કે તમારી પરીક્ષા માટેની તૈયારી કરવાની રીત કેવી છે? દરેક વિષય માટે અઠવાડિયામાં ટાઇમટેબલ બનાવી લેવું અને તે પ્રમાણે રોજ અલગ-અલગ વિષયોને તૈયાર કરવા. તથા દરેક વિષયો પર સરખો ભાર મૂકવો. સહેલામાં સહેલા વિષયો પર પણ અઠવાડિયામાં એક વાર તો નજર મારવી જ જાઈએ. અઘરા વિષયો પર વધુ કલાકો ફાળવવા જાઈએ અને સહેલા વિષયો માટે જરૂર પૂરતો સમય ફાળવવો જાઈએ. પરંતુ નિયમિત રીતે તેની પણ તૈયારી તો કરવી જ રહી. ઘણીવાર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ ઓવર કોÂન્ફડેન્સમાં રહી જાય છે અને અઘરા વિષયો સારી રીતે પાસ કરી લે છે, પરંતુ સહેલા લાગતા વિષયો પર જરૂરી ધ્યાન પહેલાંથી ન આપ્યું હોવાથી તેમાં સારા સ્કોરિંગ

નાનપણથી જ એક્ટિવ રહેનાર વિદ્યાર્થીઓ બની શકે છે વધુ સફળ

Image
વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ લાઇફમાં કેટલાંક વિદ્યાર્થીઓ બેક બેન્ચર હોય છે, તો કેટલાંક આગળની બેÂન્ચસ પર બેસનારા અને હોંશિયાર વિદ્યાર્થીઓ હોય છે. મારી દૃષ્ટિએ એવા દરેક વિદ્યાર્થીઓ જે નાનપણમાં સ્કૂલનાં સમયમાં શાળાઓનાં વર્ગમાં પૂછેલા સવાલોનાં જવાબ આપવા માટે તરત આંગળી ઊંચી કરી દેતાં હોય છે, તે વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ આગળ વધી શકે છે. કારણ કે તેઓ માનસિક રીતે દરેક પ્રકારનાં સવાલોની સામે લડવાની તૈયારી કરી લેતાં હોય છે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓ નાનપણથી જ દરેક બાબતે સંકોચ અનુભવતા હોય છે. હોંશિયાર હોવા છતાં પણ સ્કૂલ ટાઇમમાં તેમની આંગળી ઊંચી હોતી નથી. પરંતુ જા શિક્ષક તેમને સવાલ પૂછે તો તેનો તેઓ સાચો ઉત્તર આપે છે. મારી દૃષ્ટિએ આ પ્રકારનાં વિદ્યાર્થીઓ પોતાનાં જીવનમાં દરેક પ્રકારે સંકોચ અનુભવતા હોવાથી ભવિષ્યમાં જ્યારે પોતાની કારકિર્દી સેટ કરવાનો સમય હોય ત્યારે પણ કોઈપણ કામ આગળ પડીને કરવામાં માનતા નથી. પરંતુ અન્યને ફોલો કરવામાં માને છે, કે પછી પોતાને જે કામ આપ્યું હોય છે, તે કામ કર્યા કરે છે અને કંઈ નવીન કરવામાં વિશ્વાસ ધરાવતા નથી. જ્યારે અગાઉ મેં વાત કરી તે એવા પ્રકારનાં વિદ્યાર્થીઓ જે દ

સમગ્ર વર્ષ દરમ્યાન તૈયારી કરનાર વિદ્યાર્થીઓ રહે છે વધુ સફળ

Image
વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે ત્યાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમ્યાન શાળાએ અને ટ્યૂશન ક્લાસમાં નિયમિત જઈ અભ્યાસ કરતા હોય છે. પરંતુ જ્યારે ઘરે અભ્યાસ કરવાની વાત આવે ત્યારે તેઓ એટલા એક્યુરેટ રહી શકતા નથી. જેનાં લીધે તેમને જાઈએ તેટલું રિવીઝન થઈ શકતું નથી. હાલમાં પણ ઘણાં વિદ્યાર્થીઓ એવા બેદરકાર જાવા મળે છે કે, જેઓ એવું વિચારતા હોય છે કે, પરીક્ષાનાં સમયે છેલ્લો એક મહિનો મહેનત કરી લઈશું એટલે રિઝલ્ટ સારૂં આવી જવાનું જ છે. પરંતુ આટલો બધો આત્મવિશ્વાસ પણ સારો નથી. છેલ્લાં દિવસોમાં જ્યારે દરેક વિષયો એક સાથે કવર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે સતત ટેન્શનમાં રહે છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાની તૈયારી શાળાનાં પહેલાં દિવસથી જ શરૂ કરી દેવી જાઈએ. શાળાનાં પહેલાં દિવસથી જ અભ્યાસ માટેનું યોગ્ય ટાઇમટેબલ તૈયાર કરી લેવું જાઈએ. તેનો સૌથી મોટો ફાયદો એ રહે છે કે, વિદ્યાર્થીને જે વસ્તુ ન આવડતી હોય, તે ચીજાને તે અલગ કરીને તેની ઉપર વધુ ધ્યાન આપી શકે છે. જેનાં લીધે તેને વધુને વધુ રિવીઝન થતું રહે છે. જેથી તેને અભ્યાસક્રમમાં આવતી કોઈપણ વસ્તુ અઘરી નથી લાગતી. દરે

છેલ્લાં થોડાં સમયમાં વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

Image
વિદ્યાર્થી મિત્રો, છેલ્લાં પાંચેક વર્ષથી વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો વધારો જાવા મળ્યો છે. અમેરિકા વર્ષોથી વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી છે. વૈશ્વિક સ્તરની અનેક યુનિવર્સિટીઓ અને કાલેજા અમેરિકામાં આવેલી છે. જેની ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થી વૈશ્વિક સ્તર પર ક્યાંય પણ જાબ મેળવી શકે છે. ખાસ કરીને મેડિકલનાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ વિદેશની વાટ વધુ પકડે છે. મેડિકલનાં ક્ષેત્રમાં ભારતમાં સીટો ઓછી છે, અને અભ્યાસનો ખર્ચ પણ વધુ થાય છે. તેની સરખામણીમાં અન્ય દેશોમાં જા મેડિકલનો અભ્યાસ કરવામાં આવે તો તે પ્રમાણમાં સસ્તો પડે છે. અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પહેલાં કરતાં એડમિશનની પ્રોસેસ હવે વધુ સરળ છે, જેથી વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં પણ સરળતા રહે છે. અને જે-તે દેશમાં રહીને સેટલ થવાની કે અહીં ભારત આવી પોતાની કારકિર્દી સેટ કરવાની વિપુલ તકો રહેલી છે. ભારતમાં વિદેશી ડિગ્રીની માંગ વધુ જાવા મળે છે. વિદેશની ડિગ્રી મેળવ્યા બાદ અહીં ભારત આવીને પોતાની કારકિર્દી સેટ કરવા માંગતા વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓની સરખામણીમાં વધુ સારા ચાન્સ રહે છે. લોકો વિદ

વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવી એ એક ઉચ્ચ વિચાર

વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ ઋત્વિક રોશનની ફિલ્મ સુપર ૩૦ રજૂ થઈ. બોલીવુડની મોટાભાગની ફિલ્મો રોમાન્સ અને એક્શનથી ભરપૂર જાવા મળે છે. પરંતુ આ ફિલ્મમાં એક અલગ જ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર આધારિત ફિલ્મ હજી પણ બોલિવુડમાં ખૂબજ ઓછી બને છે. હજી પણ આ વિષય અછૂતો જ રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ માટે ગરીબ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેનો ઉમદા વિચાર આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. ખરેખર આ ફિલ્મ આપણી એજ્યુકેશન સિસ્ટમ માટે સમજવા જેવો વિષય છે. એજ્યુકેશન સિસ્ટમને માત્ર કમાણીનું સાધન ન સમજતા એક સમાજસેવાનો વિષય સમજવો જાઈએ. જ્યારે કોઈ ગરીબ વિદ્યાર્થી માત્ર પોતાની આર્થિક સ્થિતિને લીધે યોગ્યતા હોવા છતાં પણ આગળ ભણી શકતા નથી. તેમના માટે સમાજે કાંઈક કરવું જાઈએ તેવો એક ઉમદા વિચાર આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. બિહારનાં આનંદકુમારનાં જીવન પર બનેલી આ ફિલ્મ હાલમાં દર્શકો ખૂબજ પસંદ કરી રહ્યાં છે. આજથી વર્ષો પહેલાં કહેવાતું હતું કે શિક્ષક અને ડાક્ટર એ સમાજનાં સૌથી સમજદાર અને ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યક્તિઓ હોય છે. તેઓનો વ્યવસાય માત્ર પૈસા કમાવવા માટેનું સાધન ન હોઈ સેવાનો પણ માર્ગ છે. વર્ષો પહેલાં લોકો ડાક્ટર અને શ