Posts

Showing posts from December, 2019

દરેક વિષય હોય છે સ્કોરિંગ સબ્જેક્ટ, રાખો સરખી જ તૈયારી

Image
વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે દરેક વિષય સરખો જ મહત્વપૂર્ણ હોય છે. માત્ર મેથ્સ કે સાયન્સને છોડીને બાકીના વિષયો પર પૂરતું ધ્યાન ન આપવું તેવું અમુક વિદ્યાર્થીઓ કરતાં હોય છે. પરંતુ આ યોગ્ય નથી. બોર્ડ પરીક્ષાની તૈયારી માટે દરેક વિષયો સરખાં જ મહત્વપૂર્ણ હોય છે. તેથી મુદ્દા કે ટોપિક્સ બનાવીને બોરિંગ સબ્જેક્ટને પણ રસ પડે તેવી રીતે બનાવી શકાય અને તેમાંથી પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકાય. મૂળ સવાલ એ છે કે તમારી પરીક્ષા માટેની તૈયારી કરવાની રીત કેવી છે? દરેક વિષય માટે અઠવાડિયામાં ટાઇમટેબલ બનાવી લેવું અને તે પ્રમાણે રોજ અલગ-અલગ વિષયોને તૈયાર કરવા. તથા દરેક વિષયો પર સરખો ભાર મૂકવો. સહેલામાં સહેલા વિષયો પર પણ અઠવાડિયામાં એક વાર તો નજર મારવી જ જાઈએ. અઘરા વિષયો પર વધુ કલાકો ફાળવવા જાઈએ અને સહેલા વિષયો માટે જરૂર પૂરતો સમય ફાળવવો જાઈએ. પરંતુ નિયમિત રીતે તેની પણ તૈયારી તો કરવી જ રહી. ઘણીવાર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ ઓવર કોÂન્ફડેન્સમાં રહી જાય છે અને અઘરા વિષયો સારી રીતે પાસ કરી લે છે, પરંતુ સહેલા લાગતા વિષયો પર જરૂરી ધ્યાન પહેલાંથી ન આપ્યું હોવાથી તેમાં સારા સ્કોરિંગ

નાનપણથી જ એક્ટિવ રહેનાર વિદ્યાર્થીઓ બની શકે છે વધુ સફળ

Image
વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ લાઇફમાં કેટલાંક વિદ્યાર્થીઓ બેક બેન્ચર હોય છે, તો કેટલાંક આગળની બેÂન્ચસ પર બેસનારા અને હોંશિયાર વિદ્યાર્થીઓ હોય છે. મારી દૃષ્ટિએ એવા દરેક વિદ્યાર્થીઓ જે નાનપણમાં સ્કૂલનાં સમયમાં શાળાઓનાં વર્ગમાં પૂછેલા સવાલોનાં જવાબ આપવા માટે તરત આંગળી ઊંચી કરી દેતાં હોય છે, તે વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ આગળ વધી શકે છે. કારણ કે તેઓ માનસિક રીતે દરેક પ્રકારનાં સવાલોની સામે લડવાની તૈયારી કરી લેતાં હોય છે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓ નાનપણથી જ દરેક બાબતે સંકોચ અનુભવતા હોય છે. હોંશિયાર હોવા છતાં પણ સ્કૂલ ટાઇમમાં તેમની આંગળી ઊંચી હોતી નથી. પરંતુ જા શિક્ષક તેમને સવાલ પૂછે તો તેનો તેઓ સાચો ઉત્તર આપે છે. મારી દૃષ્ટિએ આ પ્રકારનાં વિદ્યાર્થીઓ પોતાનાં જીવનમાં દરેક પ્રકારે સંકોચ અનુભવતા હોવાથી ભવિષ્યમાં જ્યારે પોતાની કારકિર્દી સેટ કરવાનો સમય હોય ત્યારે પણ કોઈપણ કામ આગળ પડીને કરવામાં માનતા નથી. પરંતુ અન્યને ફોલો કરવામાં માને છે, કે પછી પોતાને જે કામ આપ્યું હોય છે, તે કામ કર્યા કરે છે અને કંઈ નવીન કરવામાં વિશ્વાસ ધરાવતા નથી. જ્યારે અગાઉ મેં વાત કરી તે એવા પ્રકારનાં વિદ્યાર્થીઓ જે દ