Posts

Showing posts from November, 2019

સમગ્ર વર્ષ દરમ્યાન તૈયારી કરનાર વિદ્યાર્થીઓ રહે છે વધુ સફળ

Image
વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે ત્યાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમ્યાન શાળાએ અને ટ્યૂશન ક્લાસમાં નિયમિત જઈ અભ્યાસ કરતા હોય છે. પરંતુ જ્યારે ઘરે અભ્યાસ કરવાની વાત આવે ત્યારે તેઓ એટલા એક્યુરેટ રહી શકતા નથી. જેનાં લીધે તેમને જાઈએ તેટલું રિવીઝન થઈ શકતું નથી. હાલમાં પણ ઘણાં વિદ્યાર્થીઓ એવા બેદરકાર જાવા મળે છે કે, જેઓ એવું વિચારતા હોય છે કે, પરીક્ષાનાં સમયે છેલ્લો એક મહિનો મહેનત કરી લઈશું એટલે રિઝલ્ટ સારૂં આવી જવાનું જ છે. પરંતુ આટલો બધો આત્મવિશ્વાસ પણ સારો નથી. છેલ્લાં દિવસોમાં જ્યારે દરેક વિષયો એક સાથે કવર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે સતત ટેન્શનમાં રહે છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાની તૈયારી શાળાનાં પહેલાં દિવસથી જ શરૂ કરી દેવી જાઈએ. શાળાનાં પહેલાં દિવસથી જ અભ્યાસ માટેનું યોગ્ય ટાઇમટેબલ તૈયાર કરી લેવું જાઈએ. તેનો સૌથી મોટો ફાયદો એ રહે છે કે, વિદ્યાર્થીને જે વસ્તુ ન આવડતી હોય, તે ચીજાને તે અલગ કરીને તેની ઉપર વધુ ધ્યાન આપી શકે છે. જેનાં લીધે તેને વધુને વધુ રિવીઝન થતું રહે છે. જેથી તેને અભ્યાસક્રમમાં આવતી કોઈપણ વસ્તુ અઘરી નથી લાગતી. દરે