Posts

Showing posts from March, 2019

વિદ્યાર્થીઓને થઈ રહેલું વિવિધ ગેમ્સનું વળગણ

Image
પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજકાલ આપણી ચારેય તરફ જ્યાં જુઓ ત્યાં વિદ્યાર્થીઓ હાથમાં પુસ્તકને બદલે મોબાઇલ કે કોમ્પ્યુટર, લેપટોપ વગેરે સાથે જ દેખાય છે. વિદ્યાર્થીઓમાં ગેમ્સનું વળગણ ખૂબજ લાગેલું દેખાય છે. પરંતુ આ માટે જવાબદાર કોણ? વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ એટલાં જ જવાબદાર છે. બાળકો માટે મા-બાપ તેમના આઇડલ હોય છે. બાળકો દરેક વાતમાં પોતાના માતા-પિતાની નકલ કરતા જોવા મળે છે. જો મા-બાપ મોબાઇલ કે કોમ્પ્યુટર કે લેપટોપનો વધુ પડતો ઉપયોગ ઘરમાં કરશે તો વિદ્યાર્થીઓ પણ તેમની નકલ કરવાનાં જ છે. આ માટે વાલીઓએ તેમની સામે મોબાઇલનો ઉપયોગ વધુ પડતો ટાળવો જોઈએ. વિદ્યાર્થીઓનાં માતા-પિતા જો આ પ્રકારની ચીજોથી દૂર થઈ જશે, તો વિદ્યાર્થીઓને દૂર થતા વધુ વાર નહીં લાગે. અમદાવાદ, રાજકોટ સહિતનાં વિવિધ શહેરોમાં આ પ્રકારની ગેમ્સની સામે પોલીસ પણ કડક હાથે કામ લઈ રહી છે. પરંતુ માત્ર કાયદાથી આ વસ્તુને અટકાવી શકાશે ખરી? કાયદાનું શસ્ત્ર ઉગામવાથી વિદ્યાર્થીઓ આ પ્રકારની ગેમ્સ રમતાં બંધ થઈ જશે? ના, આ માટે વાલીઓએ પોતાનાં ઘરમાં એ પ્રકારનું વાતાવરણ ઉભું કરવું પડશે. જેથી બાળકો આ પ્રકારની ગેમ્સથી દૂર થાય. વાલીઓએ જો જરૂર ન હોય